શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

એ રોજ આવે છે...

સપનાંમાં નટવર,એ રોજ આવે છે;
પણ ખુદને એ ક્યાં સાથે લાવે છે?

ઇશ્ક તો એને ય છે ખરેખર નટવર;
અને તો ય હોઠોથી ક્યાં જતાવે છે?

દિલમાં છે કંઈ જુદી જ વાત નટવર;
અને આંખોથી એ અલગ બતાવે છે.

જે હોય છે અતિશય વહાલાં નટવર;
તો એ જ જિંદગીભર કેમ સતાવે છે?

કંઈ જ નથી નટવરની આ કવિતાઓ;
એ તો લાગણીને શબ્દોમાં સજાવે છે.

ઇશ્કની હકીકત પણ છે એવી નટવર;
એ જ બળી મરે છે જે ધૂણી ધખાવે છે.

કેટ કેટલું લખ્યું છે નટવરે આમ તો;
ને નથી જાણતો એ, કોણ લખાવે છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું