શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

એકાંત...

રહીને ટોળામાં અનુભવ્યું  છે મેં એકાંત;
ખુદ સાથે વાતો કરતા ય થાય નિરાંત.

સવાર ક્યારે થાય છે  કોને છે એ ખબર?
આપણી તો આંખ ખૂલે ને થાય નિશાંત.

ડૂબી ગયો હું એ બે આંખોના વમળમાં;
બહુ ઊંડા હોય એ પાણી જે હોય શાંત.

દેશમાં,  વિદેશમાં પ્રેમ માટે જગા નથી;
ચાલ બનાવીએ સનમ, નવો કોઈ પ્રાંત.

જ્યાં જ્યાં નજર કરી તને નિહાળી છે મેં;
તું છે હકીકત કે પછી છે હસીન વિભ્રાંત?

પ્યાર કરવો પણ સાવ સરળ નથી સનમ;
બાજી ઇશ્કની એ જ જીતે જે હોય વિક્રાંત

પળ બે પળ નટવરને મળવાથી શું થશે?
મળવું જ હોય મને તો મળ મને નિતાંત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું