શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

વાત દિલની...

વાત દિલની રાખી છે મેં દિલમાં હજુ;
જો કહો તો કરું હું એ મહેફિલમાં રજૂ.

બંદગી મારી તારા સુધી પહોંચશે જ;
કર્યું છે અશ્કથી ખુદા,આજે તો મેં વજૂ.

તું જ મારી બંદગી ને તું જ છે ખુદા;
હર પળ નિશદિન, બસ તને હું ભજુ.

થાય તો એટલું કરજે તું મારા પ્રભુ;
હુંય એક દિ થાઉ ફૂલો જેવો પરગજુ.

તું આપે જો  સુંવાળો સાથ જિંદગીભર;
દુનિયા આખીને હસતા હસતા હું તજુ.

ભલેને બરડ રહ્યો ચહેરો મારો સનમ;
દિલ મારું પણ છે અંદરથી બહુ ઋજુ.

એમ તો લખે નટવર ઘણું સારું સારું;
તારા વિશે લખવાનું નથી એનું ગજુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું