સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

બચાવ...

હવે બચાવી શકે અલ્લાહ,તો મને બચાવ;
છે રિસાયેલ નાખુદા ને મધદરિયે છે નાવ.

આવ કદી બેસ મારી સાથે ચાની લારીએ;
મારા માટેય એકાદ અડધી ચા તુ મંગાવ.

તનેય તારી મહાનતાનું માપ મળશે ખુદા;
બનીને માણસ, જિંદગી આખી તું વિતાવ.

તારા મંદિરે તો સળગે ઘીના દીવા અખંડ;
ધરા પર કોઈ ગરીબના ઘરે ચૂલો જલાવ.

સમજાય જશે તને પણ જિંદગીની વ્યાખ્યા;
ફૂટપાથ પર મજૂર સાથે એક રાત વિતાવ.

કહેતા કહેતા કહ્યું હતું યદા યદા હી ધર્મસ્ય;
કહેવાનું સહેલું હતું, વચન એ પાળી બતાવ.

નથી જોઈ તારી ખુદાઈ, ન જોયો મેં તને;
કેમ કહું ખુદા તને?  મને એટલું  સમજાવ.

તારા જેવા સમજદારને ય શું કહે નટવર?
હવે તો બસ, મુજ પર તારો સ્નેહ વરસાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું