સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

છે...

એમની આંખો છે કે  છલોછલ છલકતી સુરાહી છે?
મય શું? આંસું શું? કરે બેચેન એવું એ પ્રવાહી છે.

એમને યાદ નથી રહ્યું કે એમને હું યાદ કરું સતત;
મારા ઘાયલ દિલની ધડકન બસ એની ગવાહી છે.

સમજાવતા સમજાવતા દુનિયાને હું થયો બેસમજ;
મને બેસમજ સમજે એવી આ દુનિયા દોઢ ડાહી છે.

મારા દર્દની ય કેવી કેવી મજા લે છે દુનિયા પણ!
જે નજમમાં હોય દર્દીલી, એ જ મહેફિલે સરાહી છે.

મળતી નથી મંજિલ શોધતા ય કોઈને અહિં યાર;
દૂર દૂર લઈ જતા રસ્તાઓ અને હર કોઈ રાહી છે.

વાત ઇશ્કની એને હું કેવી રીતે સમજાવી શકું કહો;
પ્રેમ, ઇશ્ક જેને માટે ન ટળે એવી એક તબાહી છે.

લખી છે નટવરે એની હર નજમ એવી રીતે દોસ્ત;
કલમ તો સીધી સાદી છે,પણ લાગણીની સ્યાહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું