શનિવાર, 6 ડિસેમ્બર, 2014

ઉન્નતિ છે...

ન તો થોડું,  ન અતિ છે;
જીવવાનું બીજા વતી છે.

નજર ઝુકાવી દીધે એણે;
શું સમજું હું? સંમતિ છે?

ચહેરા પર છે એક ચહેરો;
કોણ જાણે કેવી મતિ છે?

દિલ આપીને દિલ લેવું;
ઇશ્કની આ જ પદ્ધતિ છે.

આયનો તો અખંડ છે જ;
મારા ચહેરા પર ક્ષતિ છે.

બહુ છુપાવી મેં લાગણીને;
મારી કવિતામાં એ છતી છે.

મારું  બધું જલદી જલદી;
એમની તો ધીમી ગતિ છે.

કદી કોઈના પ્રેમમાં પડવું;
નટવર એ જ તો ઉન્નતિ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું