શનિવાર, 6 ડિસેમ્બર, 2014

અચરજ...

હજુ ય હું જીવી રહ્યો છું એનું છે સહુને અચરજ;
કેમકે, લાગ્યો છે મને જીવલેણ ઇશ્કનો મરજ.

એઓ ભલે કહેતા નથી કોઈનેય એ વિશે કદી;
યાદ કરી મને એમનાં દિલની બદલાય તરજ.

અલ્લાય હવે ઉધાર નથી આપતો થોડા શ્વાસો;
શ્વાસે શ્વાસે ચઢી રહ્યું મારા પર ચક્રવૃદ્ધિ કરજ.

હું ચાહતો જ હતો દોસ્ત, તું થોડી બેવફાઈ કરે;
તને ત્યારે જ સમજાશે દોસ્તીમાં ન હોય ગરજ.

ઇશ્કની તો આજ અસીમ સીમા હોય શકે સનમ;
તમારાં પગલાં પડ્યાં ત્યાંથી માથે ચઢાવી રજ.

ખુલ્લી આંખે સૂતો છું મારી કબરમાં કફન ઓઢી;
આજે નહી તો કાલે આવશે, રાખું છું હુંય ધીરજ.

મારી લખેલ કવિતાઓ કદી વાંચતા નથી એઓ;
કેવાં છે એઓ? નટવરને લખવાની કરે છે ફરજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું