શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

મક્કાર છે...

આર છે, પાર છે;
નજરમાં ધાર છે.

ઘાયલ થયો છું;
સ્પર્શ સારવાર છે.

એમનું સૌંદર્ય જ;
સાચો શણગાર છે.

કહેતા નથી કદી;
એમને પ્યાર છે.

અસર છે ઇશ્કની;
દિલ બેકરાર છે.

દિલમાં ભલે નથી;
રિશ્તામાં દરાર છે.

બારી બધી બંધ;
ખુલા સૌ દ્વાર છે.

ચાદર જીર્ણ થઈ;
હવે તારતાર છે.

અઢી અક્ષરમાં ;
પુરો વિસ્તાર છે.

એમનું  હાસ્ય જ;
મારો પુરસ્કાર છે.

જવા દે તુ નટવર;
લાગણી મક્કાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું