શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

દરઅસલ...

છે જિંદગીય એક ચહલપહલ;
બાકી એ કંઈ નથી દરઅસલ.

મોસમ પણ હવે શરમાય છે;
બદલે છે એમ માણસ શકલ.

આયનો ય હવે કરવા લાગ્યો;
જોઈ જોઈ મને મારી જ નકલ.

ઉજાગરા સીંચી સીંચી ઊછેરી;
લીલાછમ સપનાંઓની ફસલ.

એ ચહેરો ભાળ્યો જ્યારે જ્યારે;
યાદ આવી કોઈ તાજી ગઝલ.

રાહ-એ-ઇશ્ક પર મંજિલ નથી;
મુકામ વિનાની છે એ દડમજલ.

જીતવું કેવી રીતે કોઈ સમજાવો;
રોજ રોજ થાય ખુદ સાથે ટસલ.

નટવર હતો ત્યાં જ રહી ગયો;
જોતજોતાં બદલાય ગઈ નસલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું