મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

એક તફાવત છે...

મારી અને તારી દોસ્તીમાં દોસ્ત એક તફાવત છે;
મને સૌ યાર સાથે દોસ્તી,ખુદ સાથે અદાવત છે.

આગ બન્ને તરફ બરાબર લાગી છે,ન બુઝાઈ કદી;
જેવી મારી સ્થિતિ છે,એવી જ એની બૂરી હાલત છે.

સનમ, તેં કરવા ખાતર ઇશ્ક કર્યો હશે મારી સાથે;
તું એ જરા ન સમજી મારો ઇશ્ક મારી ઇબાદત છે.

ના ના કરતા સનમ, તેં તો લઈ લીધું દિલ મારું;
તારું કદીય ન આપ્યું મને, બસ એ જ શિકાયત છે.

એક જ હતું દિલ અને એ ય થઈ ગયું ટૂકડે ટુકડા;
તો ય હું સૌને કહેતો રહ્યો અહીં સબ સલામત છે.

દિલ ઘાયલ છે,તો આશરો આપ્યો મેં મારા તનમાં;
ધબકે એ બીજાના નામે,દિલની કેવી બગાવત છે?

કેવી રીતે છૂટું હું એમની આંખોની ઉમરકેદમાંથી;
હું રહ્યો ગરીબ, મારી પાસે ક્યાં કોઈ જમાનત છે?

કોઈના ચહેરા પર નકાબ તો કોઈના પર બુકાની;
હવે કેવી રીતે જાણવું મારે કોની કેવી દાનત છે ?

શું છે નટવરની આ કવિતાઓ,રોજરોજના કવનો?
ઓ સનમ,તારા જ ઇશ્કની એ ય એક ઇનાયત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું