મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

વાત આપણી કર...

ચાલ, આજે થોડી વાત આપણી કર;
ક્યાં ય નહી તો મનમાં છાવણી કર.

ભલે હરાવી દે એ સહુને સરળતાથી;
એ દાના દુશ્મન સાથેય લાગણી કર.

એક જ તો હતું દિલ એ આપ્યું તને;
હવે તો તુ ન કોઈ નવી માગણી કર.

સાવ કોરી થઈ છે આંખો રડી રડીને;
તો કોઈ નવા સપનાંની વાવણી કર.

કોઈનું નામ નથી મારા દિલ પર તો;
ત્યાં તું તારા જ નામની છાપણી કર.

હું તને વધારે ચાહું કે તું મને વધારે;
પાસે બેસી તું એની સરખામણી કર.

તારા નાઝ,તારા નખરા,લાગે પ્યારા;
અવનવા નખરા સાથે સતામણી કર.

છે સમન્સ મારું દરબાર- એ-ઇશ્કમાં;
તો સનમ, તુ જ એની બજવણી કર. 

દાવ પર દિલ લગાવ્યું હવે નટવર;
કેટલાં દામ મળશે? તું ઉછામણી કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું