મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

યદા યદા...

યદા યદા ગયો હું મયકદા;
આવ્યો પ્યાસો ત્યાંથી સદા.

કોને કહું દિલની વાત હવે?
કોઈ ન સાંભળે મારી સદા.

એઓ કદી ન થયા અમારા;
જેનાં થઈ ગયા અમે સર્વદા.

રહી ગયા મારા દિલમાં એ;
ભલે સામેથી થઈ ગયા વદા.

આંખ બંધ કરું, ખૂલી રાખું;
નજરે આવે એમની જ અદા.

કરજ -એ- ઇશ્ક ઘણાં ઘણાં;
કેવી રીતે કરવા મારે અદા?

બહુ ચાહ્યા એમને મેં પણ;
થઈ ગયા એ જ મારા ખુદા.

શું કર્યું એમણે મારી સાથે ?
ખુદથી જ હું થઈ ગયો જુદા.

યારા આ બદનામી જ ઇશ્કમાં;
થતા થતા થઈ ગઈ કીર્તિદા.

મધ દરિયે મારી જીવન નૌકા;
ને રીસાય ગયા મારા નાખુદા;

આજે ભલે મને વીસરી જાઓ;
યાદ કરજો, આવે જો આપદા.

કંઈ બચ્યું નથી નટવર પાસે;
બસ, થોડા શબ્દની છે સંપદા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું