મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

સમજાય એને સમજાય...

ઇશ્કનો મરમ સમજાય એને સમજાય;
હોય છે પરમ સમજાય એને સમજાય.

સઘળા રસ્તા એમ તો પ્રભુ તરફ જાય;
ને તો ય ધરમ સમજાય એને સમજાય.

મને જોઈ એમની આંખો ઝૂકી જાય છે;
એમની શરમ સમજાય એને સમજાય.

કોઈની યાદમાં નખાતા નિશ્વાસ શ્વાસથી;
કેમ હોય ગરમ?સમજાય એને સમજાય.

મળે છે જે આનંદ જ્યારે લખાય નજમ;
હોય છે એ ચરમ સમજાય એને સમજાય.

હાથના કર્યા કેટલીય વાર હૈયે વાગ્યા છે;
નડે છે કેમ કરમ?સમજાય એને સમજાય.

જિંદગી જીવતા જીવાય જાય છે નટવર;
એના ભેદ ભરમ સમજાય એને સમજાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું