મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

મળતો નથી...

એમનાં ઇરાદાનો અણસાર મળતો નથી;
એથી મારા ફસાનાનો સાર મળતો નથી.

એમને ચાહવાની એક જ સજા મળી મને;
હક છે ચાહવાનો ને અધિકાર મળતો નથી.

ઇશારો તો કરી દીધો છે એમણે મને પણ;
એ ઇશારો હજુ ખુલાસાવાર મળતો નથી.

એવું કેમ થાય છે એ સમજતા ભવ વીત્યો;
જ્યાં હોવો જોઇએ ત્યાં પ્યાર મળતો નથી.

આવવું હોય તો સપનાંમાં ય આવી શકાય;
સનમ,આપનો મને અભિસાર મળતો નથી.

કેટલાંક જખમો પણ હોય છે એવા હઠીલાં;
જેની કોઈ દવા કોઈ ઉપચાર મળતો નથી.

કહેવાય છે કે ઈશ્વર તો છે અત્ર તત્ર સર્વત્ર;
તોય પ્રભુ,  કેમ તારો ચિતાર મળતો નથી?

જો કારોબાર-એ-ઇશ્ક કરશો તો જાણ થશે;
બધું મળશે, ઇશ્ક કદી ઉધાર મળતો નથી.

એક દિ એવું પણ થશે નટવર માટે, યારો;
લખવા તો ચાહે પણ વિચાર મળતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું