રવિવાર, 20 જુલાઈ, 2014

કોરો પત્ર...


મળ્યો તો ક્યારેક મને એક સાવ કોરો પત્ર;
વાંચતા વાંચતા વીતી  ગયું જિંદગીનું સત્ર.

વરસી પડ્યા વાદળો આજે સાવ અચાનક;
ભીના થઈ ગયા જંગલમાં વૃક્ષોના સૌ વસ્ત્ર.

નથી મન થતું વાદળને વરસવાનું શહેરમાં;
જ્યાં નીકળે છે હરેક લઈ રેઈનકોટ ને છત્ર.

હું ઘાયલ  થવાની તૈયારી સાથે તને મળ્યો;
હવે તો સનમ વધુ ન સજાવ નજરના શસ્ત્ર.

નજૂમીએ કહ્યું છે તો આવતી સાલ સારી જશે;
આજથી જ બદલાવા લાગ્યા રાશિ,ગ્રહ,નક્ષત્ર.

સપનાંમાં સ્પર્શ્યો તને એક વાર સાવ સહજ;
તારા પમરાટથી થઈ  ગયું બદન ઇત્ર - ઇત્ર.

મારું ભાગ્ય જ એવું હતું મારી સાથે દગો થયો;
તારો એમાં કોઈ વાંક  નથી મારા પરમ મિત્ર!

અસર ઇશ્કની છે કેવીનટવર કેવી રીતે કહે?
જેને જોયા નથી કદી એ દેખાય અત્ર,તત્ર,સર્વત્ર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું