રવિવાર, 20 જુલાઈ, 2014

કરવા દે...

હજુ સુધી નથી કર્યું જે મેં કામ એ કરવા દે;
તારી આંખોના ગહેરા સમંદરમાં તરવા દે.

હવે આંખો વરસી છે,નજર મારી તરસી છે;
ઘૂંઘટ શરમનો માસૂમ ચહેરાથી સરવા દે.

તારે જો મને જીવતો જ રાખવો હોય સનમ;
તારી કમસીન,કાતિલ અદા પર મરવા દે.

તારી આસપાસ આવવાની મંજૂરી તો નથી;
તારા હસીન ખયાલોમાં તો મને તુ ફરવા દે.

તું ભલે એ સ્વીકારે ન સ્વીકારે, તારી મરજી;
ઘાયલ મારું દિલ તને  એક વાર ધરવા દે.

મને ભૂલી જવાનોય પુરો હક છે તને સનમ;
પણ મને તો તુ હર પળ,હર ઘડી સ્મરવા દે.

આગ મહોબતની તેં જ લગાવી જીવનમાં;
બળી જઈશ એમાં હું, બસ તું થોડી હવા દે.

દરદ જ હવે તો દવા બની ગયું છે, સનમ;
સમય થઈ ગયો છે, કોઈ જખમ તુ નવા દે.

સાવ ખાલી થઈ ગયા છે આંખના બે કૂવા;
તારા અશ્ક- એ- ઇશ્કથી એ ફરી ભરવા દે.

નથી તારા હાથમાં, નથી નટવરના બસમાં;
થવાનું છે જે કંઈ બાકી હવે,એ જ તુ થવા દે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું