રવિવાર, 20 જુલાઈ, 2014

કોઈ ઊકેલ...

નથી મળતો જેનો કદી કોઈ ઊકેલ;
બસ જિંદગી ય છે એક એવો ખેલ.

હા કહેવાનો હવે વારો તારો સનમ;
મેં તો કરી છે પ્રેમમાં હંમેશ પહેલ.

બધી જ વાતો તને યાદ રહી ગઈ;
વીસરી તુ એ જ વાત જે મેં કહેલ.

ન શોધ સનમ, દરબદર મને હવે;
હું તો છું તારી જ આંખોમાં વસેલ.

તુ કહે તો ખસી  જઈશ હું તરત જ;
જો મારા ખયાલોથી ય થાય ખલેલ.

મળતા મળતા એક દિ એ મળી જશે;
ઘાયલ દિલની ધડકનોનાં તાલમેલ.

મેં તો પાયો નાંખી દીધો છે પ્રેમનો;
હવે તો તારે જ  ચણવાનો છે મહેલ.

તન જુદા પડે,  બે દિલ કદી ય નહીં;
જો એ બે દિલ, દિલથી હોય મળેલ.

જંગ - એ- ઇશ્ક જીતવો આસાન નથી
એ જીતવા  બનવું પડે છે માથાફરેલ.

નજર તો ઘણા સાથે મેળવી છે નટવરે;
લઈ ગઈ દિલ એનું એક નજર ઢળેલ.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું