શનિવાર, 5 જુલાઈ, 2014

લાગણીનાં પૂર...

કોઈક આસપાસ રહે કે ભલે રહે એ દૂર દૂર;
દરેકનાં દિલમાં કોઈકને કોઈક રહે છે જરૂર.

જ્યારથી પીધું છે બે કાજળભરી આંખોથી;
મસ્ત મજાનો એક હલકો હલકો રહે છે સરૂર.

એમના મુલાયમ સ્પર્શમાં એક જાદુ છે યાર;
મારા જેવા પથરાને ય બનાવી દે કોહિનૂર.

એમનું માદક રૂપ છે જ એવું, શું કહું હું હવે?
એમને ય હક છે, ભલે રહે એ થોડા મગરૂર.

એમને જોયાનું દુઃખ છે કે પછી છે એક સુખ?
બસ, દિલ રહે છે એમનાં જ ખયાલોમાં ચૂર.

છે જેટલી તાલાવેલી મને મળવાની એમને;
કાશ!  એઓ પણ હશે મને મળવાને આતુર.

થતા થતા થઈ જાય છે અચાનક એવું પણ;
બે યુવા દિલની ધડકનનાં થઈ જાય એક સૂર.

છે એમ તો સીધા સાદાં ભલાં ભોળા માનુની;
તો ય યાર, મારા માટે તો છે એઓ એક હૂર.

નથી કોઈ મોટી માંગ, નથી ખાસ ખ્વાહિશ;
બસ એક જ ઇચ્છા, ચાહે એઓ મને ભરપૂર.

કેવી રોકે નટવર ખુદને એમાં તણાઈ જતા?
વહી નીકળે જ્યારે મુલાયમ લાગણીનાં પૂર!

[સરૂર= નશો, ख़ुशी, प्रसन्नता, आनंद (સંદર્ભઃ હિન્દી વર્ડનેટ)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું