રવિવાર, 20 જુલાઈ, 2014

મારું વ્યસન...

દિલ એમનું પણ હવે રહે છે પ્રસન્ન;
થયું છે જ્યારથી એમને મારું વ્યસન.

થતા થતા થઈ ગયો એમનેય ઇશ્ક;
યારો, ખુશી મનાવો, મનાવો જશન.

સવારે સવારે ન ખૂલે આંખો મારી;
રાતભર જોયેલ સપનાંનું છે વજન.

આવો સનમ એક વાર મારા સહારે;
પછી જુઓ કેવું કરું હું તમારું જતન!

કોણ કહે વીસરી ગયો મારા દેશને?
દિલમાં મારાં વસાવ્યું છે મેં વતન.

રંગીન માણસ છું,રંગીન મારો જીવ.
ઓઢાડશો યારો,મને સપ્તરંગી કફન.

સપનામાં તો રોજબરોજ મળો સનમ
રૂબરૂ મળો, બની જશો મારાં સજન.

મને સાવ વીસરવાનું સરળ નથી;
સનમ છોડી દો ખુદ સાથેની ટસન.

જો સાથ ન મળે સનમ તમારો મને;
જિંદગી મારી બની જશે એક પ્રહસન.

કોઈ સાથ ન મળ્યો જ્યારે નટવરને;
ત્યારે શબ્દને બનાવ્યા એણે સ્વજન.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું