બુધવાર, 2 જુલાઈ, 2014

એક જ હસરત....

મારી તો બસ છે  હવે એક જ હસરત;
મારા જ ખયાલોમાં રહે એ સદા રત.

પુરી થાય એની સહુ અધૂરી ઇચ્છાઓ;
કદી મારા માટે એણે કર્યા હશે વરત.

શું કહું હું એના વિશે, સમજ નથી મને;
એના વિશે લખું હું, નથી મારી ફિતરત.

હુસ્ન,નજાકત, સૌંદર્ય, હોશિયારી,યુવાની;
એ બધું જ ખુદાએ કર્યું છે એને વિતરત.

શું કહું એના હાસ્ય વિશે તને યાર મારા;
જો એ હસે તો ખીલી ઊઠે આખી કુદરત.

બોલાવું કદી રૂબરૂ મળવા તો ન આવે
;
ન બોલાવ્યે દોડી આવે સપનામાં તરત.

થતા થતા થઈ જાય છે ઇશ્ક અચાનક;
છે હરેક ઘડી એના માટે તો શુભ મુરત.

એની નજરે મારી નજરને આ તે શું કર્યું?
હર જગા નજર આવે મને એની જ મુરત.

મળતો રહે સાથ એનો જિંદગીભર મને;
મંજૂર છે યાર, મને તો એની હરેક શરત.

વગર માંગ્યે આપ્યું છે દિલ મારું એને;
આશ એટલી, ન કરે કદી સાભાર પરત.

વાત મોઘમ રહેતી નથી ઇશ્કની કદી ય;
નથી લોકો દુનિયામાં એટલાં ય જડભરત.

ઇશ્કની છે આ કેવી અદ્ભુત અસર નટવર!
તારા જેવા બદનામને મળી ગઈ શોહરત.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું