બુધવાર, 2 જુલાઈ, 2014

....તો સારું....

બાજી ઇશ્કની હું હારું ને તું જીતી જાય તો સારું;
જિંદગી મારી તારી ચાહમાં વીતી જાય તો સારું.

અસીમ ઇશ્ક છે તારી સાથે એમાં કોઈ શક નથી;
તને ય મારી સાથે એવી જ પ્રીતિ થાય તો સારું.

ચાહે તોય કદી બહાર ન નીકળી શકે તું એમાંથી;
આસપાસ તારી પ્રેમની પરિમિતિ થાય તો સારું.

જેટલો તડપ્યો છું એટલું તું પણ એક દિ તડપે;
છે હાલત મારી, એવી તારી સ્થિતિ થાય તો સારું.

પ્રભુ તુ જો ફરમાવે ઇશ્ક તો થઈ જાય છે લીલા;
હું કરું આંખો ચાર એય એક નીતિ થાય તો સારું.

ભલે તું ના ના કરતી રહે તારા મદભર્યા હોઠોથી;
આંખો નિગોડી,  એનાથી અનુમતિ થાય તો સારું.

ભલે શરૂઆત મેં કરી છે આપણી પ્રેમ કહાણીની;
ખૂબસૂરત મોડ પર તારા હસ્તે ઇતિ થાય તો સારું.

સજા જ જો કરવી હોય મારા રૂમાની ગુનાઓની;
નટવરના જાની દુશ્મનોની સમિતિ થાય તો સારું.

[ઇતિ= અંત; છેડો; છેવટે; પૂર્ણતા; સમાપ્તિ. (સંદર્ભઃ ગુજરાતી લૅક્સિકોન]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું