બુધવાર, 2 જુલાઈ, 2014

પરપોટો છે...

આ માણસ ન તો નાનો છે, ન તો એ મોટો છે;
ફૂટી જશે એક દિ, બસ એક રંગીન પરપોટો છે.

તારે મને વીસરી જવું હોય તો હક છે તને;
તને ભૂલીશ હું તો ખયાલ તારો સાવ ખોટો છે.

સ્નેહ સીંચી તરોતાજો રાખીશ હું સદા ય એને;
આ હસતો ચહેરો તારો ગુલાબી ગુલાબગોટો છે.

જખમ ગણવાનું રહેવા દે દોસ્ત તું દિલ પરના;
અંક ઓછા પડશે યાર, એનો ક્યાં કંઈ તોટો છે?

મારી દોસ્તીને દોસ્ત, સાવ સસતી માની લીધી?
મારી પાસે હજી ય તેં આપેલ કિંમતી લખોટો છે!

શું કહું સનમ અહીં તારા વિશે સહુને તું જ કહે એ;
હું એટલું જ કહીશવિશ્વમાં તારો ક્યાં જોટો છે?

ઇશ્કની આ જ તો સાચી ચરમસીમા હોય સનમ;
મારા મનોમંદિરમાં પ્રભુનો નહીં તારો જ ફોટો છે.

શું છે નટવરની કવિતાઓ, સહુ કવનો ને નજમો?
સુંવાળી મુલાયમ લાગણીનો એ એક નફોતોટો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું