બુધવાર, 2 જુલાઈ, 2014

જવાની જવાની છે...

હું પણ જાણું છું કે સનમ મારી જવાની જવાની છે;
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.

સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.

રહેવું જ હોય તો રહે તુ મારા ખાલી ખાલી દિલમાં
;
વિશ્વભરમાં તારા માટે બસ એ એક જગા મોકાની છે.

હજુ સુધી તો શ્વાસ લેવા છોડવાને જ જીવન સમજ્યું;
મળ્યો તારો સાથ પળભરનો,જિંદગી હવે સુહાની છે.

ખુદને તો હું સાચવી લઈશ જેમ તેમ કરી હું સનમ;
આ દિલને કેમ સાચવું, હર ધડકન એની તુફાની છે.

ન તો એ મારી છે,ન તો એ તમારી છે,નથી કોઈની;
મારી તમારી કહેવાતી આ દુનિયા દોસ્તફાની છે.

મરીઝ-એ-ઇશક છું,કોઈના પર મરી જીવી રહ્યો છું;
જરૂર મને હવે દવાની નહીં યાર, તારી દુઆની છે.

કોને સમજુ હું અહીં મારા ને કોને સમજુ પરાયા?
જે કોઈ મળે સામે એના ચહેરા પર એક બુકાની છે.

આખરી ઘડી રળિયામણી આવી પહોંચી રૂમઝૂમતી;
હકીમ શું કરશે હવે?દોસ્ત,જરૂર હવે મારે ખુદાની છે. 

મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું