શનિવાર, 14 જૂન, 2014

ખસૂસ...

હુ અગત્યનાં કામ પડતા મૂકી એક કામ હું કરું ખસૂસ;
સામે જો મળે રડતો કોઈ અજાણ્યો જણ,એને હું કરું ખુશ.

તું સાથે હોય કે ન હોય સનમ,મને ય શું ફરક પડે હવે?
હું તો તને હર ઘડી હર જગા મારી સાથે જ કરું મહેસુસ.

તારી હર માહિતી મળી જાય છે મને,ભલે તું લાખ છુપાવે;
આ હવા, આ પંખીઆ ચાંદની છે મારા અંગત જાસૂસ.

રૂબરૂ મળી ત્યારે હું જે જે ન કરી શક્યો ચાહવા છતાં ય;
સપનાંમાં મારા એ બધું જ સનમ, કરી લઇશ હું વલ્લૂસ.

દુનિયા ભલે મને દિવાનો કહે તો એ પણ કંઈ ખોટી નથી;
તન્હાઈમાં ખુદની સાથે ય ઘણી વાર મસ્તીથી કરું ગુસપુસ.

સમય સમયની વાત છે, જિંદગી જીવવા માટે સમય નથી;
રાહે-એ-જિંદગી થઈ ગઈ પુરી જીવાય ગયું બસ લુસલુસ.

સનમ તને પણ રાજી રાખવી એમ સાવ આસાન તો નથી;
રોજ રોજ તને ય આપવી પડે છે મારે આ કવિતાની ઘૂસ.

આજે લખે છે નટવર, કાલે શાયદ કંઈ પણ ન લખી શકે;
દોસ્તો મારા, તો પણ તમે કદી ન થશો એના પર નાખુશ.

(ખસૂસ= જરૂર; અવશ્ય; નક્કી; ખચીત; સંદર્ભ-ગુજરાતી લેક્સિકોન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું