શનિવાર, 14 જૂન, 2014

બેબસ...

આજકાલ યાર, એઓ રહે છે બહુ બેબસ;
કહી નથી શકતા છે એમને મારાંમાં રસ.

ચાર આંખો એક થઈ જાય ક્યારેક એમ;
અજાણ્યાં બે દિલ મળી જાય અરસપરસ.

કેવી હોય છે પ્યાસ? પૂછો દરિયાને કદી;
એ જ જાણે હોય છે કેવી યુગોની તરસ?

મને છે ખબર સમય પણ હોય છે સાપેક્ષ;
કોઈના ઇંતેજારમાં એક પળ બને છે વરસ.

સાચવી સાચવી કદમ માંડ્યા તોય પડ્યો;
હોય છે રાહ - એ- ઇશ્કની લપસણી ફરસ.

જેને માટે લખતો આવ્યો નટવર રોજબરોજ;
એ કહે,ક્યાંક કંઈક ખૂટે છે લખ તું હજુ સરસ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું