શનિવાર, 14 જૂન, 2014

થઈ ગયા..

કોઈ હસીનાનો કમસીન ખયાલ થઈ ગયા;
દોસ્ત અમે પણ એમ જ ન્યાલ થઈ ગયા.

એમણે એવી રીતે મેળવી નજરને ઝુકાવી;
આખા વિશ્વમાં પુછાતો સવાલ થઈ ગયા.

અમે તો સહજ નજરથી જ સ્પર્શ્યા એમને;
તો ય ગાલ એમનાં લાલ લાલ થઈ ગયા.

એમને શું ખબર? શું વીતી છે અમારા પર?
એમનાં વિના અમારા બુરા હાલ થઈ ગયા.

સસ્તો નથી હોતો દિલનો સોદો કદી યાર;
આ ઇશ્કમાં ખેરખાં ય પાયમાલ થઈ ગયા.

ટાંગવી હતી એમની ખૂબસૂરત છબી એમણે;
લો, એમનાં માટે અમે ય દિવાલ થઈ ગયા.

કરવો હતો શિકાર એમણે નજરના તીરથી;
તો અમે ય હસતા હસતા હલાલ થઈ ગયા.

સાવ સરળ હતા તો સતત છેતરાતા રહ્યા;
ઊકેલો અમને, અમે ગહેરી ચાલ થઈ ગયા.

હતા અમે ય સાવ સીધા સાદાં નટવર કદી;
જુઓ, એમનાં કાજ નટવરલાલથઈ ગયા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું