શનિવાર, 14 જૂન, 2014

થાય છે...

બંધ હોઠોથી ય ઘણી ઘણી વાત થાય છે;
આંખો બંધ કરું તો એ સાક્ષાત્ થાય છે.

મારી સાથે પણ કેટલી ય વાર એવું થયું;
સૂર્ય ડૂબે પશ્ચિમે એ પહેલાં રાત થાય છે.

દુનિયા આખી  જીતવી સાવ આસાન છે;
પણ આ ખુદની જાત ક્યાં મહાત થાય છે?

રોજ એમ તો આમને સામને થાય એઓ;
પણ ખરેખર ક્યાં કોઈ મુલાકાત થાય છે?

સોદાઓ દિલના હવે થઈ રહ્યા છે છેડેચોક;
ચારેને ચૌટે હવે એની ય જાહેરાત થાય છે.

અંતનો તંત છોડી ખંતથી મંડી પડ તુ યાર;
ક્યારેક તો અંતથી જ ખરી શરૂઆત થાય છે.

કોઈના પર જી જાનથી મર્યો તો જાણ થઈ;
કથ્થઈ આંખોમાં ડૂબીને આપઘાત થાય છે.

બેઠો છે સજાવી મહેફિલ નટવર ઓ દોસ્તો;
ત્યાં તો કમસીન ખયાલોની ખેરાત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું