શનિવાર, 14 જૂન, 2014

ફેર...

એમનાં ગયા પછી થઈ ગયો ખાસો ફેર;
જિવાડી રહ્યું છે મને તો જુદાઈનું ઝહેર.

સાત સમંદર તરી માંડ કિનારો મળ્યો;
તો ડુબાડી ગઈ મને ઝાંઝવાની લહેર.

ડૂબી રહ્યો હતો હું બચાવો બચાવો કહી;
કિનારે દોસ્ત મારા કરી રહ્યા હતા લહેર.

દીવો હોય ગમે એટલો ભલે પ્રજ્વલિત;
હોય છે એ જ દીવા તળે હંમેશ અંધેર.

મારો સમય એકલો મૂકીને નીકળી ગયો;
રાહમાં એની હું તો રહી ગયો ઠેરનો ઠેર.

વા વાયો અને નળિયું ક્યાંક એક ખસ્યું;
એક  અફવા પણ ફેલાવી દે કાળો કહેર.

કોઈના દિલમાં જગા ન મળી નટવરને;
વસાવી દીધું નટવરે શબ્દોનું એક શહેર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું