મંગળવાર, 24 જૂન, 2014

મળવું છે...

મારે મને જ એક વાર મળવું છે;
ને ખુદ તરફ જ પાછાં વળવું છે.

એ મદમસ્ત મચલતી શમા છે;
મારે પરવાનાની જેમ બળવું છે.

અલગ રાખ્યો જેમણે મને સૌથી;
એમની સાથેય મારે તો ભળવું છે.

જો કદી ગણગણે એના સુરમાં;
તો હરેક શબ્દમાં મારે ઢળવું છે.

હોય છે એક મજા વિરહમાં પણ;
એમના ઇંતેજારમાં ટળવળવું છે.

આંસુની કિંમત ત્યારે જ સમજાશે;
અશ્રુ જળ બની આંખેથી ગળવું છે.

કદી અંધારું ન થાય એની રાહમાં;
બની એક દીવો મારે ઝળહળવું છે.

જખમ એણે આપ્યા તો મલમ પણ
;
દરદ-એ-દિલ એથી સાવ હળવું છે.

સદા યાદ કરતા રહે સૌ નટવરને
;
આ દુનિયામાંથી એ રીતે ટળવું છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું