રવિવાર, 22 જૂન, 2014

છલક છલક...

જરાક ઝૂંકાવું જો હું પલક;
બસ એની જ આવે ઝલક.

મળું જો રૂબરૂ કદી એને;
થાય દિલમાં ધડક ધડક.

એમની નજરમાં ય છે જાદૂ;
મારે ચહેરે જગાવી દે ચમક.

એની જ ચર્ચા તો છે બધે;
ચાહે જમીન હો ચાહે ફલક.

એવું કેમ થયા રાખે દોસ્ત?
યાદ આવે પરદેશમાં મલક.

એવા રુદનની અસર પણ શું?
જ્યાં આંસુંમાં છે ઓછું નમક.

આગ તો લાગવાની જ હતી;
લોહ સાથે ઘસ્યું છે  ચકમક.

રાહ- એ- ઇશ્ક આસાન નથી;
જવાનું હોય એમાં દિલ તલક.

દોસ્તો કરતાં તો દુશ્મનો સારા;
શિખવાડી જાય એ એક સબક.

લખે છે નટવર પણ એવું યાર;
લાગણી થાય છે છલક છલક.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું