મંગળવાર, 24 જૂન, 2014

સમજાવી શકું...

કાશ! જો કોઈ મળે એવું જેને મારી વાત સમજાવી શકું;
આયનો જો ઓળખે મને, તો મારી જાત સમજાવી શકું.

અંધારું મારા પડખે જો ન લપાય જાય કદી ચુપચાપ;
કેમ અટકી ગઈ જતા જતા માઝમ રાત સમજાવી શકું.

રોજ મુલાકાત થાય વાત નથી થતી એની સાથે મારી;
જો રૂબરૂ થાય તો એને મારા જઝબાત સમજાવી શકું.

હર મુલાકાતનો અંજામ જુદાઈ જ હોય એ જરૂરી નથી
ફરી મળી શકાય, હોય જુદાઈમાં તાકાત સમજાવી શકું.

જવું જ જો હતું મારા જીવનમાંથી તો આવ્યા શું કામ?
જતા જતા કેમ કર્યો મને મુજથી બાકાત?સમજાવી શકું;

સરવૈયું માંડશો કારોબાર-એ-ઇશ્કનું યારો તમે ય કદી;
હોય છે ફક્ત થોડા આંસુંની જ પુરાંત સમજાવી શકું.

એમના આંખોના સરોવરમાં ડૂબીને જો બચી જાઉં હું;
હોય છે બહુ કમસીન ડૂબવાની એ ઘાત સમજાવી શકું.

લખતા લખતા લખાય જાય  કેટલી ય નજમ નટવર;
કોઈ વાંચે,માણે, વખાણે તો થાય નિરાંત સમજાવી શકું.

4 ટિપ્પણીઓ:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું