શનિવાર, 14 જૂન, 2014

બની ગઈ...

વાત જે હતી ખાસ હવે એ આમ બની ગઈ;
મુદતોની પ્યાસ એક ખાલી જામ બની ગઈ.

રાધાએ એની હદથી વધીને ચાહ્યો માધવને;
જો કાના,હવે ખુદ રાધા જ શ્યામ બની ગઈ.

ઘટતા ઘટતા ઘટના એવી તે કેવી ઘટી ગઈ?
હતી જે વાત અંગત, હવે સરેઆમ બની ગઈ.

અમે એક આહ શું ભરી રસ્મ ઉલ્ફતમાં!
ચર્ચા એની યાર,  હવે તો ગામેગામ થઈ ગઈ.

જેના કાજ ધબકે છે દિલ એને ખયાલ નથી;
ધડકનો દિલની સાવ જ સૂમસામ બની ગઈ.

જ્યાં પાવન પગલાં પડ્યા છે એનાં  ધરા પર;
જગા એ હવે મારા કાજ ચાર ધામ બની ગઈ!

રાહ- એ- ઇશ્ક ભલે બહુ કઠિન હોય યાર મારા;
એના ઘરની ગલી આખરી મુકામ બની ગઈ.

લખી જે કંઈ કવિતાઓ નટવરે કોઈની યાદમાં;
એના મિત્રો કાજ પ્યારનો પયગામ બની ગઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું