શનિવાર, 14 જૂન, 2014

આભાસ છે...

આશ છે, પાસ છે, તોય એ એક આભાસ છે;
કોણ જાણે, હવે બાકી બચ્યા કેટલા શ્વાસ છે?

રાતભર એના જ સપનાંઓ જોયા રાખ્યા છે;
ને હવે દિવસે એ વીસરવાનો એક પ્રયાસ છે.

લાખ લાખ લોકમાં ય હું સાવ અલાયદો રહ્યો;
કોણ માનશે?મારા માટેય ક્યાંક કોઈ ખાસ છે?

ઇશ્ક શું છે? ઇશ્ક શું નથી? ઇશ્ક શું હોય શકે?
મળેલાં ભળેલાં દિલો વચ્ચે એ એક વિશ્વાસ છે.

થાક તો લાગવાનો હવે રાહ- એ-જિંદગી પર;
ખભા પર મારા  જ અરમાનોની એક લાશ છે.

દિલ તો દિલ છે,એ દિલ વિશે શું કહેવું સનમ?
કોઈ કારણ વિના જ આજ દિલ મારું ઉદાસ છે.

ખોવાયો છું હું ખુદને જ ખોજતા ખોજતા ક્યાંક;
યુગોથી મને ય મારી અસલિયતની તલાશ છે.

લખતા લખતા લખાઈ જાય છે નટવર કેટલું?
ને એ હર લખાણમાં કંઈક ને કંઈક કચાશ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું