શનિવાર, 14 જૂન, 2014

કબૂલ...

હોય સુવાસ વિનાનું ફૂલ;
નથી મને એ કદી કબૂલ.

જખમો જ મળવાના હતા;
ઊછેર્યા જો હતા મેં બબૂલ.

મંડી ઠેર ઠેર લાગણીઓની;
બદલાય છે રોજ એના મૂલ.

હું રહ્યો બંધ બારણા જેવો;
તું છે બારી, કદી તો ખૂલ;

ફૂલોએ જખમ આપ્યા ઘણાં;
ને આરોપી બન્યા છે શૂલ.

ન કરેલ ગુના સ્વીકાર્યા છે;
બસ, કરી એ જ એક ભૂલ.

એ આવી, ગઈ જિંદગીમાંથી;
જીવવાનું લાગે સાવ ફુજૂલ.

ગણી ગણીને જીવ નટવર;
હોય છે  હર શ્વાસ  અમૂલ.

[ફુજૂલ= નકામું, વ્યર્થ, નિરર્થક (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું