શનિવાર, 5 એપ્રિલ, 2014

લખો...લખો...લખો...લખો...

કંઈ કહો નહીં તો કંઈ નહીં બસ કદી કોરો ખત લખો;
મારા વિના કેવી રીતે વિતાવો છો તમે વખત? લખો.

હતા સાથે આપ તો જાણે આખું જગ ને નભ સાથે હતું;
આપ ગયા તો બદલાય ગયું કેમ આખું જગત? લખો.

આપના એક વાર બોલાવ્યો દોડતો આવું આપને મળવા;
મારા વિનવણીએ આપ કેમ આવતા નથી તરત? લખો.

ના ના કરતા તો લઈ લીધું દિલ આપે મારી જાણ બહાર;
જતા જતા કેમ ભૂલી ગયા આપવાનું મને પરત? લખો.

રમતા રમતા રમી ગયા અને ગમતા ગમતા ગમી ગયા;
સાવ અડધે કેમ છોડી આપે પ્રેમની રમતગમત? લખો.

કહેવાય છે સુંવાળી લાગણીઓ તો હોય છે રેશમ રેશમ;
ધીરે ધીરે મારી તમારી લાગણી કેમ થઈ સખત? લખો.

કર્યો હતો કારોબાર - એ- ઇશ્ક આપણે તો ભાગીદારીમાં;
મને ગઈ સાવ ખોટ અને થઈ કેમ આપને બરકત? લખો.

કરી નાંખી છે તમે મારી કતલ તમારી કાતિલ નજરોથી;
સજાવી છબી નટવરની તમારા હસ્તે હવે સદ્‍ગત લખો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું