શનિવાર, 5 એપ્રિલ, 2014

ધીરે ધીરે...

ભાંગી જશે સૌ ભરમ ધીરે ધીરે;
થઈ જશે પ્રેમ સનમ ધીરે ધીરે.

ઘૂંઘટ દૂર હટાવો તમે ચહેરાથી;
શરમાઈ જશે શરમ ધીરે ધીરે.

હળતા રહો,મળતા રહો તમે મને;
હું પણ લાગીશ પરમ ધીરે ધીરે.

ઓગળી એક થઈ જશે તનબદન;
થવા દો તનમન ગરમ ધીરે ધીરે.

ઘાયલ થઈ કરી દે સહુને એ તો;
કરો નિગાહ-એ-કરમ ધીરે ધીરે.

ઘણા ગહેરા છે જખમ-એ-જિગર;
લગાવો એને  મલમ ધીરે ધીરે.

આત્માના અવાજને જો અનુસરો;
સરખાં લાગશે હર ધરમ ધીરે ધીરે.

એક એક આંસું અમૂલ્ય થઈ જશે;
જ્યારે આંખો થશે નમ ધીરે ધીરે.

વાત સાવ  સાચી છે નટવરની;
કરો તમે એનો અમલ ધીરે ધીરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું