શનિવાર, 5 એપ્રિલ, 2014

ઠેરના ઠેર...

વાત વાતમાં થઈ ગયો કેટલો મોટો ફેર;
એઓ નીકળી ગયા,અમે રહ્યા ઠેરના ઠેર.

ખુદા ક્યાં સંતાય ગયો શોધવો કેમ એને?
એના ઘરે હવે તો છે દેર અને બહુ અંધેર.

મારે ક્યાં આખે આખો ખુદા જોઇતો હતો?
મને તો પૂરતી હતી એની નજરની મહેર.

ધરમ ધરમ રમતા લડી પડે ભાઈ માણસ;
ધરમ જ વર્તાવે છે ત્યારે કાળો કાળો કહેર.

વા વાય ને એકાદ નળિયું ક્યાંક થોડું ખસે;
અફવાનું એક બુંદ હવામાં મેળવી દે ઝહેર.

મોટો થતો ગયો એમ એ ખોટો થતો ગયો;
ક્યાંક તો માણસમાં રહી ગયો છે અણઉછેર.

હસતા રમતા લૂંટી ગયા સૌ નટવરને અહીં;
બસ એની પાસે બચી છે શબ્દની જર-ઝવેર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું