શનિવાર, 5 એપ્રિલ, 2014

એઓ શું ચીજ છે!

માનો ય ન માનો, મને એ જ વાતની ખીજ છે;
એમને એ જરાય ખબર નથી એઓ શું ચીજ છે!

સાચવીને કદમ માંડવા પડે છે રાહ-એ-ઇશ્ક પર;
લપસી પડવાની અહીં તો બધી જ તજવીજ છે.

ચેતીને એમની નજર સાથે નજર મેળવવી રહી;
એમની નજરમાં સતત ચમકારા કરતી વિજ છે.

કદી તો એ જરૂર પાંગરશે અને મહેકશે પણ ખરું;
એમના દિલમાં ઊંડે ઊંડે મેં રોપેલ પ્રેમ બીજ છે.

મારી આસપાસ હરદમ રહેતી આ ઉદાસી શું છે?
મારી સેવામાં એમણે મોકલાવેલ એક કની છે.

વાત દિલની માની જિંદગીભર પસ્તાવાનું થયું;
છે મુઠ્ઠી જેવું દિલ પણ સાલું બડું બદતમીજ છે.

જરાક નિગાહ-એ-કરમ અને પછી લખલૂટ ભરમ;
એમણે આપેલ છે એથી હર જખમ બહુ અઝીઝ છે.

ન આર થઈ શક્યો, ન પાર થઈ શક્યો નટવર;
કદી ન ઓળંગી શક્યો એ, આ કેવી દહલી છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું