શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

Recharge?

બંધ થઈ રહ્યા છે  ધીરે ધીરે મારા હરેક માર્ગ;
કહે દોસ્ત,કઈ રીતે કરવી જિંદગી Recharge?

એક નાનકડી રૂપકડી તસવીર સજાવી આંખોમાં;
બંધ કરું જ્યારે આંખો,થઈ જાય છે એ Enlarge.

થઈ છે જ્યારથી એમની સાથે આંખ મિચોલી;
દિલની ધડકનોના થઈ ગયા એઓ In-charge,

આ જિંદગી એટલે જાણે એક આજીવન કારાવાસ;
હસતા રમતા મોત આવે, મળી જાય Discharge.

સાચવી સાચવી ઠાંસી ઠાંસીને ભરી જેમાં લાગણી;
આવીને કિનારે જ ડૂબી ગયું એ ભારેખમ Barge.

આ દુનિયા ય કમબખ્ત બહુ જાલિમ છે યાર મારા;
સુહાના સપનાં જોવાનો ય લગાવશે એ Surcharge.

ઇશ્ક ફરમાવી સાવ મફતમાં એ વીસરી ગયા મને;
ને એમને યાદ કરવાનો કર્યો એમણે ભારે Charge.

લોકોનું શું?નટવર એ તો કરશે જાત જાતની વાત;
નાની અમસ્તી વાતને વાત વાતમાં કરે એ Large.

(Barge= સપાટ તળિયાવાળી ભારે માલવાહક નૌકા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું