શનિવાર, 1 માર્ચ, 2014

મન તો ભાઈ મન છે...

મન તો ભાઈ મન છે,  મનને કોણ સમજાવે?
મન તો ભાઈ મન છે,  જ્યાં ત્યાં રખડાવે.

મન તો ભાઈ મન છે, એની વાત કોણ જાણે?
મન તો ભાઈ મન છે, હસતા હસતા ય રડાવે.

મન તો ભાઈ મન છે, એને હવે શું કહેવું મારે?
મન તો ભાઈ મન છે, ખુદ સાથે એ ઝઘડાવે.

મન તો ભાઈ મન છે, ક્યાં કદી એ સ્થિર થયું?
મન તો ભાઈ મન છે, ભવાટવીમાં એ ભટકાવે.

મન તો ભાઈ મન છે, અમસ્તું અમસ્તું રિસાઈ;
મન તો ભાઈ મન છે, બદલી રૂપ એ લલચાવે.

મન તો ભાઈ મન છે, કહેવાય એ અતિ ચંચળ;
મન તો ભાઈ મન છે, જ્યાં ત્યાં એ તો રખડાવે.

મન તો ભાઈ મન છે, એ વરસે તો તરસે પણ;
મન તો ભાઈ મન છે, લાવી કિનારે એ તરસાવે.

મન તો ભાઈ મન છે
, પળમાં રૂઠે, પળમાં રીઝે;
મન તો ભાઈ મન છે,એને કેવી રીતે ધમકાવે?

મન તો ભાઈ મન છે, શું કરે હવે એનું નટવર?
મન તો ભાઈ મન છે,દર્દમાં ગઝલ એ ગવડાવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું