શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

તારું તમામ છે...

મારું જે કંઈ છે એ તારું તમામ છે;
તારા વિના  જીવવું હવે હરામ છે.

તને  નિહાળી દોસ્તો મને યાદ કરે;
તારું નામ જ મારું તકિયાકલામ છે.

કેવી રીતે હોઠે માડું હું સાકી એને?
હાથમાં  મારા બદલાયેલ જામ છે.

ન સમજ દોસ્ત, વતનને હું ભૂલ્યો;
દિલમાં હંમેશ વસેલ મારું ગામ છે.

મારું તમારું કંઈ નથી ચાલતું અહીં;
હર કોઈ શખ્સ સમયનો ગુલામ છે.

જિંદગી પીછો નથી છોડતી કોઈનો;
કબરમાં ય ક્યાં કોઈને આરામ છે?

આપણું એવું, આવનારને આવકાર;
જનારને ખરા દિલથી રામ રામ છે.

જે લખે છે નટવર તું એ કંઈ નથી;
ફક્ત  શબ્દોનો એ થોડો દમામ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું