શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

આ માણસ....

આજકાલ માણસ ક્યાં હવે પરખાય છે?
ભીની ભીની આંખે ય એ હરદમ હરખાય છે.

ચહેરા પર એક ચહેરો પહેરી ફરતો રહે એ;
જેવો છે એવો ક્યાં કદી કોઈને દેખાય છે?

દિલમાં છુપાવી રાખી ફરે એ લાગણીઓને;
વાત લાગણીઓની ક્યાં એમ જ લખાય છે?

એમની આંખોમાં જોતા જ ડૂબી ગયો હું પણ;
એ બે આંખોમાં કેટલાંય વમળ વળ ખાય છે!

એઓ એમ સમજતા રહ્યા કે મેં અલગ કર્યા;
એ ન સમજ્યા કે કેટલાંકને દિલમાં રખાય છે.

થતા થતા થઈ જાય એવું નટવર સહુથી અહીં;
અમસ્તી જ જાળ સોનાની પાણીમાં નંખાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું