કેટલાક લોક એવા હોય છે
જેને માંગે એ બધું મળી જાય છે;
કેટલાક લોક એવા પણ હોય છે
એ જોઈ જોઈ બળી જાય છે.
એમની નજરે મારી નજરને શું કર્યું કે
બધે એ જ નજર આવે;
એ એક એવી નજર છે એમની મને જોઈ હંમેશ
ઢળી જાય છે.
કેટલીય વાર વિચાર્યું કે કહી દઉં
એમને કે હું આપને ચાહું છું;
આ શબ્દ હોઠો પર આવી ન જાણે ક્યાંક
પાછાં વળી જાય છે.
એક આદત થઈ ગઈ છે ડગલે પગલે છેતરાવાની
હવે મને;
સાલુ દિલમાં લાગી આવે જ્યારે કોઈ અંગત છળી જાય છે.
રહી પરદેશમાં દેશને યાદ કરવાનીય રીત
છે અનોખી મારી.;
ગળે વળગી એને રડી લઉં જો કોઈ હમવતન
મળી જાય છે.
પયમાનાની દોસ્તી ય નઠારી છે, ન ઠારી શકે દિલની
આગ;
સાકી ભરે એ વારંવાર,કમબખ્ત એ વારંવાર
ગળી જાય છે.
એ જ નજમને દાદ પર દાદ મળે છે ભરી
મહેફિલમાં નટવર;
જેના હર અક્ષરમાં દરદ- એ-
જિગર સીધેસીધું ભળી જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું