શનિવાર, 18 જાન્યુઆરી, 2014

ફરી ગણીએ...

ખોટું થયું ત્યાંથી એ ફરી ગણીએ;
ચાલો, એક નવો જ પાઠ ભણીએ.

એક સાંધો સંબંધ ત્યાં તેર તૂટે છે;
એક ગાંઠ વિનાનો સંબંધ વણીએ.

રેત ઈંટ સિમેન્ટ તો બનાવે મકાન;
મકાનોના વનમાં એક ઘર ચણીએ.

હું કોણ તું કોણ એ કોણ પેલો કોણ?
જવા દો સવાલો, ‘હુંપદને હણીએ.

સપનાંના કરી વાવેતર આંસુ સિંચી;
એક નવો ખુશનુમા ખયાલ લણીએ.

હળી મળી ભળી અલગ થયા છીએ;
ગીત જુદાઈનું ય હસીને ગણગણીએ.

થતા થતા એ પણ થઈ જશે નટવર;
કરીએ ક્રાંતિ આપણે કલમની અણીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું