શનિવાર, 18 જાન્યુઆરી, 2014

હતું...

આંખોમાં એમની એક આંસું નમણું હતું;
સૌ હસ્યા,એઓ રડ્યા મારું ઉઠમણું હતું.

રાતભર જાગતા રહ્યા કોની રાહમાં અમે;
અમે ખોયું, એ એમનું સુહાનું સમણું હતું.

કંઈ જ ન કહ્યું એમણે એમના બે હોઠોથી;
આંખોથી જે કહ્યું એમણે એ જ ઘણું હતું.

વિસ્ફોટ તો થવાનો જ હતો દોસ્ત મારા;
એક અંગ પરમાણું હતું, બીજું અણું હતું.

બે નયનો મારા ભીનાં ભીનાં રહેશે હવે;
તો ય ભીની આંખોમાં ન  કોઈ કણું હતું. 

તરી ગયો આખેઆખો ભવસાગર હું પણ;
મ્હોમાં એમની યાદનું એક જ તરણું હતું.

તીર નજરનું છોડી કર્યો છે શિકાર એમણે;
હૈયું મારું એમને મન તો એક હરણું હતું.

કોને જઈને કરીએ ફરિયાદ હવે અમે પણ?
જખમ જેમણે આપ્યા મને એ મા જણું હતું.

દેવા કર્યા છે નટવરે કારોબાર-એ-ઇશ્કમાં;
એની યાદમાં એક કવિતા, એ ભરણું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું