શનિવાર, 18 જાન્યુઆરી, 2014

સંગાથ શબ્દોનો...

થઈ ગઈ છે હાલત દોસ્ત, મારી બહુ જ કફોડી;
છે કાચનું ઘર મારું અને છે તારા હાથમાં હથોડી.

હવે સામે મળે તો ફેરવી લે છે મોં પણ તું તારું;
એક વાર વગર બોલાવ્યે મળવા આવતો દોડી.

વાત વાતમાં તું ય આવી ગયો લોકોની વાતમાં!
લોક તો લોક છે કહે છે એઓ વાત તોડી-મરોડી.

શાયદ હશે વાંક મારો, શાયદ નથી દોષ તારો ય;
રહી ગઈ હશે જગા ક્યાંક આપણી વચ્ચે ય થોડી.

શું ખતા હતી મારી એ ન કહી શક્યો મને તું પણ;
વર્ના તારી માફી માંગી લેત હું મારા બે હાથ જોડી.

સાત સમંદર તરી કિનારે આવી ડૂબ્યું વહાણ મારું;
તું મારો બેટો કેવી રીતે હંકારે રણમાંય તારી હોડી?

ફિલ્મી નથી તો ન કહી શકું કે દોસ્ત દોસ્ત ન રહા;
દોસ્તી તો છે કૂંપળ જેવી, ફૂટી નીકળે પથ્થર તોડી.

રહી ગયો બાકી એક રાહ, એક ચાહ આ જિંદગીમાં;
ક્યાં જાય નટવર  સુંવાળો સંગાથ શબ્દોનો છોડી?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું