શનિવાર, 18 જાન્યુઆરી, 2014

મોડ...

ખબર ન હતી દોસ્ત,આવશે આ જિંદગીમાં એવા પણ મોડ;
હાલતા ચાલતા લાગણીઓને પણ કરવી પડશે Download.

એમની કથ્થઈ આંખોના મોઘમ મોઘમ ઇશારા ના સમજાયા;
જિંદગી આખી વીતી ગઈ મારી કરતા કરતા એને Decode.

વીસરતા વીસરતા હર ઘડી મને  યાદ કરતા રહેશો સનમ;
યાદ મારી છે એવી, ન કરવી હોય તોય થતી રહેશે Reload.

માંડ બચાવીને રાખી છે મેં મારી જાતને બચાવી આપને માટે;
સાચવીને સ્પર્શ કરજો સનમ, નહીંતર થઈ જશે એ Explode.

મારા ઘરના જ દરેક આયનાઓ મને ઠગ્યા કરે હવે વારંવાર;
બદલતો રહું હું વેશ, કરતા રહે એ મારી જુની છાયા Upload.

આ માગણી અને લાગણીઓની માયાજાળ પણ અજબની છે!
એક પુરી થાય તો નવી શરૂ થાય, વધતો રહે છે એનો Load.

લખતા લખતા તારાથી ય બસ લખાઈ ઘણું નટવર એમ તો;
એક દી કોઈક તો ઊકલશે તારા લખાણમાં સંતાયેલ એ Code. 









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું