શનિવાર, 18 જાન્યુઆરી, 2014

ફરજ...

ઇશ્ક તો ઇશ્ક છે થઈ જાય એ તો સાવ સહજ;
આંટાફેરા સનમની ગલીના એ જ છે મારી હજ.

મળે ચાર નયનો અચાનક ને થઈ જાય વાત;
ને પછી બદલાય જાય ઘાયલ દિલની તરજ.

જીવતા રહીને કોઈ પર રોજ રોજ થોડું મરવાનું
;
કમબખ્ત બહુ જાલિમ છે ઇશ્કનો આ ચેપી મરજ.

મીરાં ભલે થાય ગમે એટલી માધવની દિવાની;
રાધા જાણે કેમ માધવને વહાલું લાગે છે વરજ.

કહેતા હતા એ કદી ન જીવી શકશે મારા વિના;
એ જ વીસરી ગયા મને મટી ગઈ જ્યારે ગરજ.

સપનાં સુહાના બહુ મોંઘાં પડ્યા સનમના મને;
ઉજાગરા કરી નીંદર વેચી વેચી ઉતારું છું કરજ.

લખવું નથી કેટલીય વાર નક્કી કર્યું છે નટવરે;
વિચારો એવા આવે ને લખવાની પડે છે ફરજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું