એ તમારી નજરનો જ કસૂર છે જેણે મને
લખતા કરી દીધો;
મારા દિલમાં જે તમારો સૂર છે જેણે
મને લખતા કરી દીધો.
પ્યાર પ્રેમ ઇશ્ક મોહબ્બત ચાહત ને ઘેલછા કહો ભલે તમે;
તમારો હુસ્ન જ એવો મગરૂર છે જેણે મને
લખતા કરી દીધો.
તમે મને ના ના કરતા રહ્યા, દિલમાં તમારા હા
હોવા છતાં;
તમારી બેમિસાલ અદા જરૂર છે જેણે મને
લખતા કરી દીધો.
જ્યાં જ્યાં નજર કરું હું ત્યાં
ત્યાં થાય તમારો જ નજારો મને;
સનમ,તમારું જે ચુંબકીય
નૂર છે જેણે મને લખતા કરી દીધો.
તમારી નજર સાથે એક નજર મેળવવાનો થયો ફાયદો મને;
નશીલી બે આંખોનો મસ્ત સુરૂર છે જેણે
મને લખતા કરી દીધો.
વાતો તમારી છે નિરાલી, આંખો જાણે છલકતી મયની પ્યાલી;
વાતો તમારી છે નિરાલી, આંખો જાણે છલકતી મયની પ્યાલી;
અહા! સ્વર તમારો જાણે સંતુર છે જેણે
મને લખતા કરી દીધો.
હોવા જોઈએ ત્યાં નથી હોતા, ન હોવા જોઈએ
ત્યાં હોય હંમેશ;
દિલમાં હોય તો ય જોજનો દૂર છે જેણે
મને લખતા કરી દીધો.
તમે કભી શોલા તો કભી શબનમ, કદી કોરા તો કદી અનરાધાર;
તમે કભી શોલા તો કભી શબનમ, કદી કોરા તો કદી અનરાધાર;
ઇશ્ક તમારો સનમ,
સાવ ફિતૂર છે જેણે મને લખતા કરી દીધો.
બદનામી નાલેશી હતી નસીબમાં નટવર જે
વગર માંગ્યે મળી;
યાર આ જમાનો ખરેખર બહુ ક્રૂર છે જેણે
મને લખતા કરી દીધો.
Har adamiki tarkkike pichhe ek auratka sath hota hai.
જવાબ આપોકાઢી નાખો