શનિવાર, 25 જાન્યુઆરી, 2014

જેણે મને લખતા કરી દીધો...


એ તમારી નજરનો જ કસૂર છે જેણે મને લખતા કરી દીધો;
મારા દિલમાં જે તમારો સૂર છે જેણે મને લખતા કરી દીધો.

પ્યાર  પ્રેમ ઇશ્ક મોહબ્બત ચાહત ને ઘેલછા કહો ભલે તમે;
તમારો હુસ્ન જ એવો મગરૂર છે જેણે મને લખતા કરી દીધો.

તમે મને ના ના કરતા રહ્યા, દિલમાં તમારા હા હોવા છતાં;
તમારી બેમિસાલ અદા જરૂર છે જેણે મને લખતા કરી દીધો.

જ્યાં જ્યાં નજર કરું હું ત્યાં ત્યાં થાય તમારો જ નજારો મને;
સનમ,તમારું જે ચુંબકીય નૂર છે જેણે મને લખતા કરી દીધો.

તમારી નજર  સાથે એક નજર મેળવવાનો થયો ફાયદો મને;
નશીલી બે આંખોનો મસ્ત સુરૂર છે જેણે મને લખતા કરી દીધો.

વાતો તમારી છે નિરાલી
, આંખો જાણે છલકતી મયની પ્યાલી;
અહા! સ્વર તમારો જાણે સંતુર છે જેણે મને લખતા કરી દીધો.

હોવા જોઈએ ત્યાં નથી હોતા, ન હોવા જોઈએ ત્યાં હોય હંમેશ;
દિલમાં હોય તો ય જોજનો દૂર છે જેણે મને લખતા કરી દીધો.

તમે કભી શોલા તો કભી શબનમ
, કદી કોરા તો કદી અનરાધાર;
ઇશ્ક તમારો સનમસાવ ફિતૂર છે જેણે મને લખતા કરી દીધો.

બદનામી નાલેશી હતી નસીબમાં નટવર જે વગર માંગ્યે મળી;
યાર આ જમાનો ખરેખર બહુ ક્રૂર છે જેણે મને લખતા કરી દીધો.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું